એ જિંદગી!!ઘણું શીખવી જાય છે તું,
ભીતરથી રૂદન ને બહારથી હસાવી જાય છે તું,
ભીતરનો આક્રોશ બહાર પ્રેમ સ્વરૂપે વહાવી જાય છે તું,
ભીતરની નફરત બહાર સ્નેહ આપી નવડાવે છે તું,
એ જિંદગી!!ઘણું શીખવી જાય છે તું.....
આનંદિતને શોકગ્રસ્ત કરી જાય છે તું,
મજાક કરનારને વ્યંગ કરતા શીખવી જાય છે તું
સહોદર ના જ ભાગ પડાવી જાય છે તું,
સ્નેહાળને ઈર્ષાળુ બનાવી જાય છે તું
એ જિંદગી!!ઘણું શીખવી જાય છે તું......
ક્યારેક તડકાનો છાંયડો તો ક્યારેક વિજયનો પરાજય,
ક્યારેક નફરતભર્યો પ્રેમ તો ક્યારેક શોકયુક્ત આનંદ,
ક્યારેક દાનવની દેવતાઈ તો ક્યારેક સુરની અસુરતા,
ક્યારેક સ્વયં જીવનદાતા તો ક્યારેક જીવનભક્ષક પણ સ્વયં,
ખરેખર!!એ જિંદગી!!તું ઘણું શીખવી જાય છે!!!!!!
--પર્લ મહેતા