. ? *હું આવો કેમ* ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ક્યાંક જીવનની રીતને ભૂલી જાવ,
ક્યાંક હું પોતાનાને છોળી ચાલ્યો જાવ,
પણ *હું આવો કેમ* ?
ક્યાંક લાગણીને તરછોડી આગળ વધુ,
ક્યાંક બીજાને સમજવામાં સગ્ગાને ભૂલું,
પણ *હું આવો કેમ* ?
પ્રેમને સ્વીકારવા દોસ્તી દાવે લગાળું,
ક્યાંક દોસ્તીમાં ધોખો ખાય એકલો રહી જાવ,
દુઃખમાં ભગવાન ના શરણે ચાલ્યો જાવ,
ક્યાંક સુખમાં શરણને છોળી આગળ વધી જાવ,
પણ *હું આવો કેમ* ?
મૃત્યુ સુધીના સાથીદાર માતા પિતા છે,
છતાં તેમને હું ભૂલી પ્રેમમાં પડી જાવ.
ક્યાંક દિલનું ના સાંભળી મગજનું ધાર્યું કરું,
ક્યાંક આત્માં રડતી છતાં બીજાને મનાવું,
પણ *હું આવો કેમ* ?
જીવનના છેલ્લા તબક્કે કર્મ સમજાવશે,
ક્યાંક ત્યારે જ ખબર પડશે,
*હું આવો કેમ*.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD