* " માળો " *
કવિતા.....
તણખલા ભેગા કરી પંખીએ માળો બનાવ્યો,
બહાર થી સાવ નાનો પણ અંદરથી મોટો.

એક એક તણખલું ભેગુ કરી સુંદર માળો બનાવ્યો,
નાના - નાના બચ્ચાઓ ને હુંફાળો લાગ્યો.

સવારે ઉડીને ચણ વીણવા જાય પંખી,
રાતે આવી ને બચ્ચા ને દાણા ખવડાવે.

પાંખો ફૂટી ને બચ્ચા ઉડવા લાગ્યા,
માળો છોડી ને ઉડાન ભરી ગયા.

ભરેલો માળો આજે ખાલીખમ લાગ્યો,
પંખી ઉડીને બીજે ઝાડ બેઠા.

આ પંખી જેવુ જીવન " ભાવના " જીવીયે,
દરેક ને મોકળાશ નો લ્હાવો દઈએ...........

Gujarati Shayri by Bhavna Bhatt : 111060332
Naranji Jadeja 8 year ago

બસ માળા કાયમ રહે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now