સવાર-સવારમાં...!

મુજ ભણી જોઈને મ્હોં ફેરવી ગયા, સવાર સવારમાં !
લાગણીઓ પણ કેવી સાવ સૂકાઈ ગઈ છે વ્યવહારમાં !

પંખીઓ પૂછે છે ડાળને,વેચી આવ્યા ક્યાં પાંદડા?
અશ્રુઓ લઈ ઝાડ ઊભું છે સાવ મૂંગું,સવાર સવારમાં!

કદી ન આવજો ને ન પૂછજો વાવડ કદી માર્ગમાં,
ધોળે દિ'એ ને સગી આંખે લૂંટાય છે લોકો પ્યારમાં!

મતલબ તણાં મહામેળા ભરાય છે અહીં માનવના સહવાસમાં,
ને પુષ્પોનેય કરમાતા જોયા છે ચમનમાં મેં, સવાર સવારમાં!

વાડને કહેજો દોસ્તો,કે કાંટાઓ જરા સાચવીને રાખે !
તીર-તલવારોનેય લૂંટાતી જોઈ છે મે સરાજાહેરમાં !

એક શબને તરફડતું જોયું'તું મે રાત્રે અહીં શમશાનમાં,
એ જ લાશ પર માછલા ધોવાતા હતાં, સવાર સવારમાં !

સ્વાર્થને ન ઘુસવા દેજો દોસ્તો,કદી કોઈ સ્નેહસબંધમાં,
બાપનેય પુત્ર પાસે આજીજી કરતા જોયો છે મે,સવાર સવારમાં..!

-અશ્ક રેશમિયા

Gujarati Shayri by Ashq Reshammiya : 111060308
jyoti Parmar 8 year ago

વાહ...! બેસ્ટ લાઈનો, અર્થપૂર્ણ.

Ashq Reshammiya 8 year ago

hi ? Thanks to everybady?????

Amita Patel 8 year ago

vaah vaah... ati sundar.. marmik..

Maylu 8 year ago

સરસ ...

Shefali 8 year ago

gm ashk...same to u ..

Ashq Reshammiya 8 year ago

hi sefali ji, have a nive day.?

Jignasha Parmar 8 year ago

વાહ....મસ્ત...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now