કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે,
કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે.

કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે,
કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે.

ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ,
ક્યારે સપનું આવે છે એ ગૂગલ નહિ કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે,
પણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહિ કહે.

\'સાથે છું\' કહીને પણ જેઓ સાથે ના હો,
તેઓ કોની સાથે છે? એ ગૂગલ નહિ કહે....
24...✍

Gujarati Shayri by Siddhapura Vijay : 111060277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now