માતૃભૂમિની માટીની મહેક મનને મોહીત કરે.
લખવા લાગ્યા લેખ, લાખો લોકો લાઈક કરે.
સમાસ સંધિ શબ્દોની શૈલીથી શાયરી કરે.
કવિ કલ્પના કશબે કંઈ કંઈ કવિતાઓ કરે.
નવી નવી નવલકથા નવલિકા નવસર્જન કરે.
અલબત્ત અલંકારનો અભ્યાસ આનંદ અનેરો કરે.
છુટ્ટા છવાયા છંદ છતાં છત્ર છાયાએ છપ્પા કરે.
વિરહ વેદનાને વેરાગ ની વસમી વિદાયની વાત કરે.
પ્રેમની પરિભાષા પ્રણયની પ્રાકૃતિક પરાકાષ્ઠા કરે.
મનપસંદ મિત્રોની મમતાની મહેફિલ માણતા કરે.
"નર" નમન નતમસ્તક નયનરમ્ય કરે.