Gujarati Quote in Microfiction by Hina Modha

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-એક અનોખી ક્ષિતિજ...........!!!!!

આજે એક એવી અલાયદી કે આત્મિક ક્ષિતિજ ખીલતી જઇ રહી હતી જ્યાં અફાટ વેદના ઓ નો દરિયો જાણે આંસુ બની બસ લહેરાયા કરતો હતો....હા એક એવી મુલાકાત કે કદાચ પછી કયારેય થશે કે કેમ એવા અલ્પવિરામ સાથે ની હતી સાંજ અને આકાશ ની..,,.!!હા સાંજ અને આકાશ બરાબર એક વરસ પહેલાં આજ દરિયા ની લહેરો આગળ એકબીજા પ્રત્યેનો પ્રેમ નો એકરાર કરતા હતા ને આજે...!!..આજે એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા એકબીજામય બની ચૂકેલા આ પ્રેમી પંખીડા આજે એકબીજાવગર જીવવા માટે ના કોડ પુરાવી રહ્યા હતા..!! એકબીજા સામે જોયા વિના અનહદ ચોધાર આંશુ એ રડી રહ્યા હતા...!!...ક્યાંક નસીબ ને તો ક્યાંક સમય ને જાણે કટાક્ષ રીતે નીરખી રહ્યા હતા... !!...આકાશ ના અને સાંજ ના ઘર ના લોકો ને તેમનો આ સંબંધ કોઈ પણ જોગે પસંદ ન હતો અને બન્ને પોતપોતાના પરિવાર ના લોકો ને દુઃખી કરવા નહોતા ચાહતા ને તેથી જાણે એકબીજાને દિલનો ધબકાર બની ચૂકેલ બંને એકબીજાને આખિર મુલાકાત માની બસ સમજાવી રહ્યા હતા...આજે એ મસ્તીખોર સાંજ સાવ મુરજાયી ગઈ ને એ હસતો બોલતો આકાશ સાવ ગુમસુમ બેસી રહ્યો હતો....!!કેટલીય વાર સુધી જાણે બસ આંખો ના આંશુ ઓ નો સંવાદ ચાલ્યો ને એ લહેરાતી લહેરો બસ કોઈ કોઈ વાર આ બંને જીવીત હોવા છતાં નિર્જીવ બની ચૂકેલ વ્યક્તિ ઓ ને ભીંજવતી જતી હતી..!!..ત્યાં જ ખબર નહીં અચાનક સાંજ ઉભી થાય છે ને કહે છે ચલ આકાશ કુદરત ચાહશે તો આપડે અચૂક મળશું આપડા દિવ્ય સ્થાન પર બાકી તું ને હું શરીર થી અલગ થઈએ છીએ મારી જાન હું તને દિલ થી હમેંશા ચાહતી રહીશ તને મળું ના મળું પણ મારો પ્રેમ અમર રહેશે આમ જ.....કારણ મારો પ્રેમ તને પામવો જ નથી તને ચાહતો રહેવો છે..ને આગળની જિંદગી માટે તને શુભકામના ને તારી જિંદગી પર કોઈ વાત ની અસર ના પડે ને તારા મમ્મી પાપા ને તારી જિંદગી માં જે પણ આવે એનું ધ્યાન રાખજે..આ સાંભળી આકાશ કઇ જ ના બોલી શક્યો સિવાય સૅમ ટુ યુ મારી સ્વીટહાર્ટ ને ખૂબ રડી પડ્યા બંન્ને ભેટી ને અને કદાચ કેટલીય વાર સુધી આ બંનેએકબીજાને આખિર પળો ની બેઈતિહાન કિસ ને હગ કરતા રહ્યા...ને આમજ એક અનોખી ક્ષિતિજ પણ ખીલી ને અંધારામાં ફેરવાઈ ગઈ.

-Hina modha

Gujarati Microfiction by Hina Modha : 111060119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now