True story of Rasia....
રશીયા ના રાષ્ટ્રપ્રમુખ કોમરેડ જોસેફ સ્ટાલીન એકવાર ત્યાંની સંસદમાં એક મરઘો લઈને આવી પહોંચ્યા અને સૌની વચ્ચે ઉભા રહીને એ મરઘાનાં પીંછાં ખેંચવા લાગ્યા. મરઘો દર્દભરી ચીસો પાડતો રહ્યો. સૌ દંગ બનીને જોઈ રહ્યા હતા.
એક એક કરીને એમણે એ મરઘાનાં તમામે તમામ પીંછાં ખેંચી કાઢ્યાં. એ પછી એમણે એને નીચે ફેંકી દીધો અને ખીસ્સામાંથી દાણા કાઢીને એના તરફ ફેંક્યા અને ચાલવા માંડ્યા. બધાંના આશ્ચર્ય વચ્ચે એ મરઘો તો દાણા મોંઢામાં ભરતો ભરતો સ્ટાલીનની પાછળ પાછળ જ જવા લાગ્યો ! સ્ટાલીન ચાલતાં ચાલતાં દાણા ફેંકતા જાય અને મરઘો દાણા મોંઢામાં ભરતો ભરતો એમની પાછળ પાછળ દોડતો જાય ! છેલ્લે એ મરઘો સ્ટાલીનના પગોમાં આવીને ઉભો રહી ગયો.
હવે સ્ટાલીને સંસદના અધ્યક્ષ સામે જોયું અને એક અમર ઐતીહાસીક વાક્ય ઉચ્ચાર્યું.
" પ્રજાઓ આ મરઘા જેવી હોય છે ! એના શાસકો એનું સઘળું લુંટી લઈને એને પાંગળી બનાવી દે છે અને એ પછી એને થોડા દાણા નાખીને એના તારણહાર બની જાય છે !"