પૂછવા માં આવે કે કેટલા લોકો એમ માને છે કે સ્ત્રીઓ ને સમજવું બહુ જ મુશ્કિલ કામ છે .??
અને તરત જ ધડ કરતો જવાબ આવે 100%.....
કેટલું આશ્ચર્ય છે!!!!
તમને સ્ત્રીઓ ને સમજવા માં તકલીફ પડે છે...?? અર્થશાસ્ત્રનાં આટાપાટા તો ઉકેલી શકો છો..
ગણિત ના કોયડાઓ સોલ્વ કરી શકો છો..
વિજ્ઞાન ના રહસ્યો ઉઘાડી શકો છો..
તર્કશાસ્ત્ર મા પી.એચ.ડી. થઇ શકો છો....
અધ્યાત્મના શિખરો સર કરી શકો છો....
અને માત્ર સ્ત્રીઓ જ નથી સમજાતી તમને.....??
સ્ત્રી એક સાથે પ્રાચીન અર્વાચીન યુગ ને જીવે છે. એ 60 વરસ ના સાસુ ને , 28 વરસ ના દીકરાને અને 3 વરસ ના પૌત્ર ને એકસમયે ખુશ રાખી શકે છે. તમે માનો છો એટલી અઘરી નથી હોતી સ્ત્રીઓ. પુરુષ કહે છે કે સ્ત્રીઓ લાગણીઅો કાબુ માં નથી રાખી સકતી પણ સત્ય તો એ છે કે પોતાની લાગણીઅો ને દબાવી રાખી ને પોતાના લોકો ને ખુશ રાખવાની કળા માં સ્ત્રી ને મહારથ હાંસિલ હોય છે.
મન થી બાળક જેવી, જરાક બુદ્ધુ , વધુ પડતી લાગણીશીલ, ઉતાવળી, અભિમાની, ગર્વિષ્ટ અને જિદ્દી હોવાથી એ ઉખાણાં જેવી લાગે. પણ,હકીકતે એ કાચ ના વાસણ જેવી છે જરાક સંભાળ થી સાચવો તો વારી-ઓવારી જાય તમારા પર સાચ્ચે.....!!
આશ્ચર્ય એ વાતનું રહ્યા કરે કે મોટા મોટા બિઝનેસ એમ્પાયર સાંભળનારો, તર્ક-બુદ્ધિ -જ્ઞાનથી હરીફોને હંફાવનારો, આંખના પલકારે માણસને ઢાળી દેતો, જગત જમાદાર બની વિશ્વને મુઠ્ઠીમાં રાખનારો પુરુષ કેમ એક સ્ત્રીને નહીં સમજી શકતો હોય....??
સ્ત્રી સ્વપ્ન સાથે જીવવા ટેવાયેલી હોઈ છે એટલે જયારે એની લાગણી દુભાય ત્યારે એ ક્યારેક નિઃશબ્દ તો ક્યારેક શબ્દો ની આંધી બની જાય છે.
સ્ત્રી કોઈ બ્રેઇલ લિપિ નથી કે એને સમજવા સ્પર્શ ની જરૂર પડે, તમારા *પ્રેમ* થી બોલેલા બે શબ્દો પર એ તમારા માટે જીવન વારી શકે છે...!!