ચાલ જિંદગી આપણે સમાધાન કરી લઈએ
થોડો થોડો એક બીજા પર એહસાન કરી લઈએ
રહે યાદ એવું કે દરમિયાન કરી લઈએ
ભૂલો નું એક અલગ જહાન કરી લઈએ
હું ક્યાં કહું છુ કે હું મને બરાબર ઓળખું છુ
પણ સામે છો તો ચલ પહેચાન કરી લઈએ
એક ટુકડો ચાંદનો, બે સિતારા એક હું એક તુ
ધરા ના અમુક હિસ્સાને આસમાન કરી લઈએ
આંધળો ય છે,ગુંગો ય છે, બેહરો ય છે, છતાં
દુઆ માંગી ખુદાને થોડો પરેશાન કરી લઈએ
બુદ્ધિ ને લાગણી સાથે લેવા દેવા છે કે નહિ
ફક્ત થોડી અંધશ્રદ્ધા ને વિજ્ઞાન કરી લઈએ.