ડેલીએ ડેલીએ દાબેલી વેકજે,ને ભર ભાજાર મેં વેકજે ભેલ.
ફરીએ ફરીએ ફાંફળા વેકજે, ન જલેબી જેડી ન કો! ડેઠી જેલ .
સમોસા ને ઢોસા ખે પયા દંધ વેગરજા ડોસા,
ખે ભાજી ને ભજીયા, ને ભજે પોય ત્રાસા.
ખમણ ઢોકળા ને ગોટા ઝપાટે ભરાયે લોટા,
નુડલ્સ મનચુરીયન ખાધાં પાજા થયા ખોટા.
પાણી પૂરી જી વધી વયુ લારયુ,
ઠેકર ખણી ઊભી વે નારીયુ.
"નર"કે કે કોલા વારીએ, સહૂ પેઢંજો ધારયૂ કરીએ.
નારાણજી જાડેજા