Gujarati Quote in Funny by Minal Gosalia Shah

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? ,,,

*ખરેખર આવું થાય તો , , ,
મજા આવી જાય . . . !!*

રિવાઇન્ડ બટન દબાવું , , ,
ને બાળપણ આવી જાય . . . !!

છૂટી જાય બ્રીફકેસ , , ,
ને દફતર આવી જાય . . . !!

સ્કૂલ બસ ના બદલે , , ,
આગળ સીટ વાળી સાઈકલ દેખાઈ જાય . . . !!

છૂટે મોબાઈલ હાથ થઈ , , ,
ને ગિલ્લી ડંડો આવી જાય . . . !!
ગૂમ થાય કોમ્પ્યુટર , , ,
ને બ્લેક બોર્ડ દેખાઈ જાય . . . !!

મિનરલ વોટર ના બદલે , , ,
પાણી ની પરબ આવી જાય . . . !!

પીવું પાણી ખોબલે ખોબલે , , , ને બાંયો થી મોઢું લુછાઈ જાય . . . !!

હીમેશ રેશમીયો ગૂમ થાય , , ,
ને ફરી રફી આવી જાય . . . !!
ઠેર ઠેર લતા, કિશોર ને મુકેશના ગીતો સંભળાય . . . !!

ફુલ સ્પીડથી ભાગતી જીંદગી , , , થોડો શ્વાસ ખાય . . . !!
શેરી મોહોલ્લે દોડું બેફામ , , ,
ભલે ને ઘૂંટણ છોલાય . . . !!

ચાઇનીઝ ફૂડ લારી ને બદલે , , , બોમ્બે ભેળવાળો દેખાય . . . !!
ફ્રોઝન આઈસક્રીમ ને બદલે , , , ભૈય્યાજી ની કુલ્ફી ખવાય . . . !!

મોબાઈલ પર રમતી આંગળીઓ , , , ફરી લખોટી રમતી થાય . . . !!
રોજિંદી દોડધામ ને બદલે , , ,
ઉભી ખો રમાય . . . !!

મામા ના ઘર નું વેકેશન , , ,
પરદેશ ગમન કહેવાય . . . !!
પરદેશી કાર્ટૂન ને બદલે , , ,
બકોર પટેલ જ વંચાય . . . !!

*ખરેખર આવું થાય તો , , ,
મજા આવી જાય . . . !!!*

? ,,,,

Gujarati Funny by Minal Gosalia Shah : 111058313
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now