સબંધો ના સમીકરણો બદલાઈ રહ્યા છે,
“સરવાળા” કરતા “બાદબાકી” વધી રહ્યા છે.
એકમેક ના વિશ્વાસ નો ઉડી રહ્યો છે છેદ,
“હું” અને “તું” માં વધી ગયો છે ભેદ.
પરસ્પર ના પ્રમેયો ના નથી મળતા તાળા,
વધી રહ્યા છે એકબીજા થી ગાળા.
અટપટું છે આ સબંધો નું ગણિત,
ભણશે તે જ થશે પંડીત.
-હિમાંશુ પટેલ