Gujarati Quote in Story by Aditya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભુખ ભુખ ભુખ.........
ભગવાન ના લેપટોપ ના તેમના ઇમેલ એકાઉન્ટ માં દરેક મેઇલ માં માણસ ની ભુખ મીટાવવા માટે ના અસંખ્ય મેલ હતા...... કંટાળી ને તેમણે ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું, તો ત્યાં પણ લોકો એ ભુખની બાબતેજ ટ્વીટ કરેલું, એમણે ટ્વીટર બંધ કરી એફબી ખોલ્યું, ત્યાંતો ચોટી ગયેલા પેટ અને હાડપિંજર જેવા દેહ ના ફોટા મુકી ને લોકોએ ભગવાન ને ટેગ કરેલા, કંટાળી ને લેપટોપ બંધ કર્યું , પછી ચેન ન પડતાં મોબાઇલ હાથમાં લીધો કરોડો મીસ કોલ, વોટ્સેપ માં અબજો ભુખ ની ફરીયાદ........કેટલા બધા ટેક્ષ મેસેજ....
એમને નવાઇ લાગી, વિચારે ચડ્યા, આટલી મોટી પ્રુથ્વી,આટલી નદીઓ,ફળદ્રુપ જમીન, ખાવા લાયક વીવીધ અનાજ,ફળ,ફુલ,રસ,કંદમુળ, પાન.....શું બાકી રાખ્યું મે માણસ ના પેટ ને ભરવા માટે બનાવવા નું.....? છતાં ભુખ્યો માણસ......હોય નહી,
તેમણે તેમના અંગત મદદનીશ ને બોલાવી કહ્યું, તાત્કાલિક માણસ ની મહત્તમ ભુખ માપતું મશીન શોધો,અને તે લઇ ને પ્રુથ્વી પર જાવ..... માણસ ની ભુખ માપો ..... જોઇએ તે કેટલો સાચો છે....
તુરંત ડૉક્ટર ના ટેથેસ્કોપ જેવું એક મશીન શોધાયું જેનો બીજો છેડો કાનમાં નાખવાનો નહી પણ એ છેડે એક મીટર લગાવેલું......જે મહત્તમ માં મહત્તમ ભુખ પણ ડીઝીટલ આંકડામાં બતાવે......
ભગવાન ના હજારો દુત આવા મશીન લઇને પ્રુથ્વી પર આવ્યા,મશીન નો આંક 50 થી ઉપર જાય તો ભુખ્યો માણસ, જેમ વધુ જાય તેમ વધુ ભુખ્યો.....
રોડ પર ચાલતા માણસો ના પેટે લગાવી દેવ દુતો એ આંક જોયો, ક્યાંક 55,તો કોઈક ને 60,70 આંક આવે, ટીફીન લઇને નોકરીએ ભાગતા લોકો નો ભુખ નો આંક 60 થી 80 આવવા લાગ્યો, મજુરી કરનાર નો 70 થી 90 .... તો વળી ફુટપાથ પર સુતા,ભીખ માંગતા લોકો નો આંક 80 થી 110 આવવા લાગ્યો.......
દેવદૂતે જોયું કે એક ચુટણી સભા હતી,ત્યાં ધણાં માણસો એકઠા થયા હતા,મંચ પર થી એક મોટા પેટ વાળો નેતા ગળું ફાડી ને ભાષણ આપતો હતો..... " જો મને વોટ આપશો તો હું એવી વ્યવસ્થા કરીશ કે દરેક ને ખોરાક મળે, કોઇ ભુખ્યું સુસે નહી, હું પ્રુથ્વી પર થી ભુખ ને ભગાડી દઇશ.....
દેવ દુત ને અચાનક વિચાર આવ્યો , કે આ નેતા ના મોટા પેટ ની ભુખ માપું, અને તે મશીન નો એક છેડો નેતાના પેટ પર મુકી ને મીટર જોવા લાગ્યો....65...70....90....105....159....201....599....700....882....992.....999..... અને એક ધડાકા સાંથે મીટર ફાટી ગયું......
હવે દેવ દુતો વર્ષોથી આ પ્રુથ્વી પર થી ભુખ ભગાડવાની વાતો કરનાર નેતા ની ભુખ મપાય તેવું મશીન બનાવી રહ્યા છે, પણ આજ સુંધી તેમને સફળતા મળી નથી .

Gujarati Story by Aditya : 111057699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now