પંખીના ટહુકારે ટહુકતી સવારમાં
હોઠ પર આવ્યું એક નામ.
આંખો બંધ કરતા ખટ મીઠાં સપનામાં
હોઠ પર આવ્યું એક નામ.
હ્રદયના ઝણઝણ ધબકતા તારમાં
હોઠ પર આવ્યું એક નામ.
સ્મરણોની બંધ શિશીના આંટમાં
હોઠ પર આવ્યું એક નામ.
વાસ્તવિકતાનું વર્ણન કરતાં દર્પણમાં જોતાં
હોઠ પર આવ્યું એક નામ.
મારા શ્વાસમાં સહભાગી બનવા આતુર
હોઠ પર આવ્યું એક નામ.
- તન્વી કે ટંડેલ.