ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ.
ને આઈ.એમ.પી મળે તો ક્લીક કરી જોઈએ.
દુઃખ નામના દાખલાઓ ગણતા ફાવે નહીં.
તો કૃષ્ણ નામની કાપલીની ટ્રીક કરી જોઈએ.
સપ્લીમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું થશે?
પરમાર્થ નામે પ્રશ્નો પહેલાં પીક કરી જોઈએ.
કોર્સ બહારનું પૂછવામાં પરમેશ્વરને આવે મઝા
તૈયારી ત્રિકમને તૃપ્ત કરવા ક્વિક કરી જોઈએ.
ને ફોડેલાં પેપરમાં કશું જો સમજાય નહિ તો
‘હરિ ઇચ્છા’ નામે ખાનામાં ટીક કરી જોઈએ.