શોધું છું ઈશ્વર તને
તું છે કે નહિં જવાબ આપી દે
અસ્તિત્વ તારું મને જણાવી દે
જોયા નથી કોઈએ તને છતાં
માને છે સૌ તારામાં
બસ જવાબ આજે તો આપી દે.
પથ્થરમાં માને છે સૌ તને
સદનસીબ એ પથ્થરનું કે તું મળ્યો
બાકી ઘણા આતંકવાદમાં પણ ઉઠે
જો એ નિર્જીવ પથ્થરમાં ભેદ હોય
તો આ સજીવોમાં પણ ભેદ જણાવી દે
બસ જવાબ આજે તો આપી દે
વ્યકિતના હિતનું તું એને આપે
તો પાંખડ આતંક કેમ તું કરાવે
કેટલાકને હસાવે તો કેટલાકને રડાવે
કેટલાકને ચડાવે તો કેટલાકને પાડે
કેમ ભેદ કરે તું તારા સંતાનોમાં
બસ જવાબ આજે તો આપી દે.
પર્લ મહેતા