છે મારે પણ એક મા
દુઃખ દૂર થાય છે તેના બાથમા
મોટી થઇ છું તેના હાથમાં
જીવતા શીખી છું તેની સાથમા
બધુ જ સારુ જણાય છે તેના હેતમા
અનોખો જાદૂ છે તેની પ્રીતમા
મમતા જણાય છે તેની મીતમા
ક્યારેક ગુસ્સો પણ હોય છે તેની રીતમા
તેના પરિવાર માટે તેની જીત હોય છે હારમા
નિઃસ્વાર્થ લાગણીના પુર હોય છે તેના પ્રેમમા
દુઃખ ના દરિયો પણ ન જણાવા દે હષૅ ના સાગરમા
કેવળ એ જ છે દુનિયાનો પવિત્ર આત્મા
પરમાત્મા ના અંશ વસે છે તેનામા
હંમેશાં સંભળાય છે એ મને મારા કલરવમા
સ્મરણ પહેલુ થાય તેના નામનુ મુશ્કેલીમા
હંમેશાં વસે છે મારા દિલમાં
છે મારે પણ એક મા
દુઃખ દૂર થાય છે તેના સાથમાં