દિલ તૂટે તો પણ હસાઈ જવાય છે
જિંદગી જિંદાદિલી થી જીવાય જાય છે
ઠોકરો લાગે તો પણ મંજિલ સુધી પહોંચી જવાય છે
તલાશ, બસ એમજ પુરી કરાય છે
કોઈ ને ખુબ ચાહીને પણ પામી ના શકાય
છતાં ચાહત તો, જોને કરાય જ છે
તૂટેલા હૃદય માં એક જ્યોત કરાય છે
કદાચ ઉમ્મીદ એને જ કેવાય છે
ધણુ ગુમાવી ને કશુક મેળવાય છે
છતાં જિંદગી જિંદાદિલી થી જ જીવાય છે...