લે આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા, શી રીતે સંતાડુ તને
કઈ પણ બોલ્યા વગર જોયા કરું
મૌન ની મસ્તી થી રંજાડું તને,
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ
તક મળે તો સામે બેસાડું તને
કો'ક દી ' એકાંત માં ખપ લાગશે
લાવ મારી યાદ વળગાડું તને
ઘર સુધી આવવાની જીદ ન કર
ઘર નથી, નહીંતર ના પાડું તને?
તુ આમ આકાશ ને તાક્યા ન કર
ચલ છત પર ચંદ્ર દેખાડું તને.....