"Birthday બબાલ"
Family, friends, જુના-નવા colleagues,
Contacts નું લાંબુ મોટું છે list,
Insta-facebook પર lot of buddies,
Whatsapp ના groups પણ પચ્ચીસ ત્રીસ,
જાણે બધા કરતાતા મને જ miss,
એટલે કરે છે Birthday પર wish,
Many many happy returns of the day,
Happy birthday ભાઈ happy birthday.
સંબંધ સાચવવા એ કરે છે wish,
બનાવટી smile ની કયાં આપવી પડે fees,
ભાવહીન શબ્દો ના લાગણી લગીર,
ઊષ્માવિહિન, બોદા લાગે rubbish,
ઈમોજી માં કેક ને આઈસ્ક્રીમ ચોકલેટ,
મનમાં થાતું કોઈ સાચેજ મોકલે,
મેસેજ પર મેસેજ, traffic વધારે,
ડીલીટ કરવામાં, આંગળી દુ:ખાડે,
ગમતું ના થાય, ના ઉમંગ વરતાય,
Virtual world માં એમ birthday ઉજવાય.
મોંઘી એ gifts અને ફૂલો ના બૂકે,
ના કશા કામના, ખૂણામાં મૂકે,
'ગમી કે નહીં?' એમ સામે થી પૂછે,
ખોટું બોલાવી, લોહી મારું ચૂસે,
એણે શું આપ્યું?, એની કિંમત આંકે,
એને શું આપવું?, ગણતરી માંડે,
ના મને ગમે મારી ઊંઘ બગાડવી,
Disturb કરી બીજાની ઊંઘ ઊડાડવી,
ના મને ગમે મીણબત્તી બુઝાવવી,
મને ગમે દીપ જયોત જલાવવી.
નથી મારે જોઈતી કોઈ સરપ્રાઈઝ,
મારી તો છે બસ એક જ ખ્વાહિશ,
કેમ કરી બને મારી birthday happy,
બાળપણ ની વાત મારી મુકું છું વહેતી,
વ્હાલ થી ઉઠાડી, પપ્પા દહીં થી નવડાવે,
નવા કપડાં પહેરાવી, લાડ લડાવે,
'મારે શું ખાવું છે?', એમ પહેલેથી પૂછી,
મમ્મી મને ભાવતા ભોજન બનાવે,
ખાસ એ દિવસની વિશેષ treatment,
'એક દિનના રાજા' નો અહેસાસ કરાવે,
મારી birthday માં શું યોગદાન મારું,
માબાપ ની ઉપલબ્ધિ ને ખોટો પોરસાઉં,
સૌથી વધુ થાતી જો કોઈ ને ખુશી,
એ છે માબાપ, ના જાશો ભૂલી.
કોઈએ ના પૂછી, શું મારી છે wish,
મને એ વાત ની, હજી પણ teasei,
ભલે મારી age હોય fourty, fifties,
પણ દીલથી હું feel કરું twenty, thirties,
દીલમાં લઈ જીવું છું એક જ કશીશ,
જીંદગી હું સૌની કરું flourish.
-મોક્ષેશ શાહ.