જીંદગી થેંકયુ..
સવારે ઉગતા સુર્યના પ્રકાશ ને મન ભરીને માણી શકુ.. બીજુ જોઈએ શુ...?
નિરાંતે મારા જીવનસાથી સાથે બેસીને એક કપ ચા પી શકુ..
બીજુ જોઈએ શુ...?
જેને પ્રેમ કરું છું તેના સાંનિધ્યમાં રહી શકું...
બીજુ જોઈએ શુ..?
ક્યારેક તુ મારી જોડે દાવ રમી જાય તો આજે પણ મને સાચવવા મારી મા છે..
બીજુ જોઈએ શુ..?
મારી ગોદ મા તે મારી આબેહૂબ પ્રતિકૃતિ આપી..
બીજુ જોઈએ શુ...?
- નિમિત્ત ઓઝા ના જિંદગી થેન્ક યુ પર થી મારા શબ્દો માં મારી જિંદગી માટે...