દુઃખાવા નથી માંગતો હું દિલ તારું ક્યારેય
તોય ભૂલ મારાથી થઈ જાય છે.
હરદમ રાખવા માંગુ છું હું ખુશ તને
તોય નારાજ મારાથી તું થઈ જાય છે.
સંબંધ જ કંઈક એવો છે તારી સાથેનો
ના સ્વાર્થ છે, ના કોઈ બંધન એવું
તોય દરેક ક્ષણમાં જરૂરિયાત તારી થઈ જાય છે.
પંખીને ના ચાલે જેમ માળા વગર
એમ મને પણ ના ચાલે તારા વગર
તું જ સમય, તું જ સંગાથ, તું જ જીવનનો સાર છે,
મારા દરેક શબ્દમાં આવતો તારા નામનો લલકાર છે.
પ્રતિક્ષા તારી દરેક ક્ષણમાં, એક તું જ હવે જીવનમાં
ના રહીશ નારાજ, ના રહીશ આટલી દૂર
નથી કોઈ બંધન એવું કે જે કરશે મજબુર
યુગો યુગોની તપસ્યાનું તું ફળ છે મારું
આવી જા મારી પાસે, બસ આવી જા મારી પાસે.... કેપ્ટન
@શ્યામ #nick