Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમારા પ્રેમમાં ફરી એક અધ્યાય જોડાયો,
જ્યાં હતું મારું લાગણીનું વિશ્વ એમાં હું જોડાયો..!!

થઈ એક મુલાકાત, એમાં થઈ ના થવાની એક વાત,
પણ પછી, નાના મીઠા ઝગડાનું થયું એક પ્રેમ ભર્યું સમાધાન..!!

એ તૂટતી ગઈ, હું એને સંભાળતો ગયો,
એક એક પળ ભેગી કરી હું એનામાં
ભળતો ગયો..!!

હું નથી જાણતો મીઠા ઝગડામાં સંબંધો જાળવી શકીશ કે નહીં,
પણ હા હું રહીશ ત્યાં સુધી પૂર્ણતા
ભરતો રહીશ..!!

એક સમય એવો પણ આવશે જ્યારે
માત્ર યાદો હશે,
અનંતતા માં વિલીન થઈ એ મારામાં જ ભળી જશે..!!

એ જ અનંતતા માં હું જીવન શોધતો રહીશ,
એના માટે હું આટલું તો કરતો જ રહીશ..!!

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111056576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now