તાજી સુગંધ....
એ મારી બાજુમાં આવી ને બેઠી.. ઊંમર દસ વરસ ની હશે... થોડીવાર થઈ એણે કેડબરી ખાધી.... વધેલી મુકી દીધી.... પચાસ ઊપર ગયેલી મને મન થયું ખાવાનું... કેડબરી...બસ રોકાઈ ત્યાંથી મે પણ ખરીદીને ખાધી....
થોડીવાર પછી બચેલી કેડબરી તે ખાવા લાગી.. એણે મને પૂછ્યું .. આન્ટી ખાશો?
મને મારી જાત વામણી લાગી... મે એ અજીણી છોકરીને બથમાં લીધી.... તાજા તાજા મૂલ્યોની સુંવાળી સુગંધે મને ભરડો લીધો.....