શર્મિલી આંખો
---------------------
આ શર્મિલી આંખો નજમ કહી રહી છે,
છે હૈયા થી કેટલી ભોળી, શરમ કહી રહી છે. ......
પાંપણ ઝૂકવી તારું મલકાઈ ને ચાલવું,
ખુશ્બુથી ઉપવન આખું મહેંકાંવી રહી છે.
આ શર્મિલી આંખો... ( 2)
હોઠો ની લાલાશને ખંજન ગાલોનું તારું,
છે અદાઓમાં માહિર તીર - ઓ - નજર કહી રહી છે.
સરકે છે પાલવ તારો જ્યાં જમીન પર,
લટ ઝૂલફોની ચહેરે કેવી સળવળી રહી છે.
આ શર્મિલી આંખો...... ( 2 )
સ્મિતમાં રે તારા કેવું છે તવજ્જુમ,
ચુંમવા લહેરખી હવાની ધીમી વહી રહી છે...
ખણકે છે ગોરા હાથોમાં તારા જ્યાં કંકણ,
રહી નાજુકતા કેવી, નમણી કમર કહી રહી છે...
આ શર્મિલ આંખો.... ( 2 )
સમાઁવી લે મુજને બનાવી શ્વાસ હૈયાના,
નશીલી સુંવાળી સાંજ '' ભમરા '' હવે વહી રહી છે.
જરા તો કરી લે મહેસૂસ યૌવન જિંદગીનું,
બે હોઠોની મળતી આહટ ગરમ કહી રહી છે...
આ શર્મિલી આંખો નજમ કહી રહી છે.
છે હૈયા થી કેટલી ભોળી, શરમ કહી રહી છે..... ( 2 )