* " કોઈ ને શું લાગુ છું " *
કવિતા.......
કોઈ ને આગ લાગુ છું, તો કોઈ ને નૂર લાગુ છું,
ખરેખર તો હું ખાલી છું, છતાંય ભરપૂર લાગુ છું.
ભગવાને દશા એવી કરી છે મારી જીંદગી ની,
કોઈ ને પ્રેમાળ તો કોઈ ને અભિમાની લાગુ છું.
હકીકતમાં તો મારુ જીવન ઝાંઝવાં ના જલ જેવું છે,
કે હું દેખાવુ પાસે ને જોજન દૂર લાગુ છું.
ખુશ રહુ છું છતાયે હું ઉદાસ લાગુ છું,
બધા ને સહકાર આપુ તોયે હું બિન્દાસ લાગુ છું.
કસોટી પર તો " ભાવના " ફક્ત એક કાચનો કટકો છું,
ભગવાન ની મહેરબાની છે કે કોહિનૂર લાગુ છું............