હરાવા રામને તરકટ ,અહીં ચાલે છે ,
સતાવા સીતા નિત અટકળ ,અહીં ચાલે છે.
ઉગે તે આથમે એ તો નિયમ છે જગનો ,
સદાને, તોડવા ખટપટ,અહીં ચાલે છે.
બધા સાચવવા દોડે પારકાને ,ને આ
જે છે પોતાના ત્યાં અગવડ ,અહીં ચાલે છે.
જમાનામાં નથી મળતી આ ઓળખ ખુદની
ને ઓળખ નામે જગમાં છળ ,અહીં ચાલે છે.
દવા આપે છે એના પર ભરોસો ક્યાં છે?
બગલમાં રાખી છૂરી ઝટ ,અહીં ચાલે છે.
સદા સાથેની વાતો જો કરે તો ચેત,
જગત સ્વાર્થના આ ખંજર ,અહીં ચાલે છે.
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'