? એ તો બેખબર છે જેમનો પાલવ ઉડયો,*
*ઊંઘ તો એની હરામ છે છેડો જેમને અડયો...*
?
? અમુક સંબંધો નું અલગ સંવિધાન છે,
નામ કઈ નથી
એનું બસ..
આત્મિક અનુસંધાન છે.....?
? પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ તો બીજાને ધબકારા !!
? કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ... ?
? લાગણીને ક્યાં *પાળ* હોય છે
એ તો ઢળી પડે જ્યાં *ઢાળ* હોય છે...
? ઉદાસ રહેતા લોકોનું
"હાસ્ય"
સૌથી સુંદર હોય છે સાહેબ
અને જો એ હાસ્ય તમારા થકી હોય તો તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...