Gujarati Quote in Story by Maylu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકવાર એક નગરમાં રાજાનો હાથી બિમાર પડ્યો...હાથીએ આખાય જીવનમાં ઘણાં યુદ્ધોમાં રાજાને જીત અપાવી હતી અને નગરમાં રહેતાં પ્રજાજનોની રક્ષા કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો...તેથી રાજા અને નગરજનોનો એ પ્રિય હાથી હતો...તે બિમાર પડ્યો અને તળાવમાં ન્હાતાં ન્હાતાં એની જગ્યાએ જ બેસી ગયો...આખાય સૈન્ય એ હાથીને દોરડું બાંધીને બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો...વૈદ ને પણ બોલાવવામાં આવ્યા પણ હાથી થી ઉભું જ ન થવાયું... આખુંય નગર અને રાજા રડવા લાગ્યા... કોઈને કાંઈ સુઝતું નહતું... એવામાં ત્યાં થી ભગવાન બુદ્ધ પસાર થતા હતાં... રાજાએ ભગવાન બુદ્ધ ને પ્રણામ કરી આખીય વાત કહી અને આ સમસ્યાના સમાધાન માટે પ્રાર્થના કરી... ભગવાન બુદ્ધે કહ્યું બધું સારું થઈ જશે...અને રાજાને કહ્યું તમે યુદ્ધ કરવા માટે નિકળો ત્યારે રણશિંગું ફુંકો છો અને નગારા વગાડો છો ને એવું સૈન્ય ને કરવાનું કહી દો... હમણાં જ... રાજાએ સૈન્ય ને આજ્ઞા કરી... અને જેમ અવાજો સંભળાવા લાગ્યા એટલે હાથી આપમેળે ઊભો થઈ તળાવની બહાર આવી ગયો અને સાજો થઈ ગયો...બધાં અચરજ પામી ગયા... અને ભગવાન બુદ્ધ ની જય બોલાવા લાગ્યા... રાજાએ ભગવાન બુદ્ધ ને મહેલમાં લઈ જઈને ઘણી આગતા સ્વાગતા કરી અને આભાર માન્યો... અને કારણ પુછ્યું કે તમે આવું કઈ રીતે કર્યું ?? ભગવાન બુદ્ધે કહ્યું : " આપણી અંદર રહેલી તાકાતનું આવું જ છે એ સુઈ રહી હોય છે એના કારણે હાથીથી ઉભું નહતું થવાતું પણ જ્યારે રણશિંગું અને નગારા નો અવાજ સંભળાયો ત્યારે હાથીને નગર પર મુસીબત આવી છે એવું ભાન થયું અને તરત જ અંદર રહેલી તાકાતથી સાજો થઈ ગયો...આપણા જીવનમાં પણ ભગવાન મુસીબતો આપે તો અંદર સુઈ રહેલી શક્તિઓને જાગ્રત કરવા માટે જ આપતાં હોય છે ...જે દરેકમાં રહેલી છે પણ આપણે એ કરતાં નથી અને ફરિયાદી બની મુંજાય જઈએ છે જે યોગ્ય નથી..." આમ જવાબ આપ્યો... અને રાજાની અને નગરજનોની સમસ્યા નું સમાધાન કર્યું....

Gujarati Story by Maylu : 111055991
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now