ચાલ ફરી બાળક બનીએ
નાના નાના ભૂલકાં સાથે થોડું રમીએ
ને જિંદગી નું દર્દ ભૂલી
ચાલ ફરી બાળક બનીએ
છોડી જઈએ એ રોજ ની દુઃખ ભરી જિંદગી
ને બાગ બગીચા માં લપસણી ખાલીએ
હીંચકા ને હલાવી ને ભૂલીએ દુનિયા
ચાલ ફરી બાળક બનીએ
ઢીંગલી ઢીંગલા ના લગ્ન કરાવી
બસ થોડો આનંદ માણીએ
teacher teacher રમી ચાલ ખુદ ને ભણાવીએ
ચાલ ફરી બાળક બનીએ
kitchen set રમી સૌ ને પ્રેમ થી જમાડીએ
ભૂલીએ દોસ્ત દુશ્મન નો ભેદ
A B C D લખી જઇ ને ઈશ્વર ને સૌપીએ પ્રાર્થના આપણી
આપી દેશે આપણા યોગ્ય એ
ચાલ ફરી બાળક બનીએ
ઉત્તમ હતી એ જિંદગી યાર
રડતા મળી તો જોઈએ એ
ભૂલ થાય તો રબર થી ભૂંસી તો લેવાય....
ચાલ ફરી બાળક બનીએ.....
પર્લ મહેતા