મન ગોકુલ,તન વ્રુન્દાવન મારુ, છલકે છલોછલ ક્રિશ્ન ભીતર મારી,
બની સિતારી શ્વાસની ધબકે વાંસળીના સુર ભીતર મારી,
અંતરથી દુર પણ અંતરથી ખુબ નજીક છે ક્રિશ્ન મારી,
વસે મનમા શ્વસે તનમા ક્રિશ્નમુરારી,
શીદને શોધુ ગલી ગલી એતો વસે છે ભીતર મારી,
ના માગે એ માખણ મિસરી એની વાત છે ન્યારી,
નટખટ નન્દકિશોર છુપાયો છે ભીતર તારી ને મારી,
નથી એને કોઇ ખટપટ પ્યારી,
રહે સમભાવ ને વહે ભાત્રુભાવ,એ ભાવના છે એને પ્યારી,
ના માગે એ કોઇ સેવા મેવા, ભાવનો ભુખ્યો છે એ ભારી,
મન ગોકુલ,તન વ્રુન્દાવન મારુ, છલકે છલોછલ ક્રિશ્ન ભીતર મારી,
શીદને કરવા દેખાડા મારે કે ક્રિશ્ન જ છે દુનિયા મારી
જ્યારે છલકે છલોછલ ક્રિશ્ન ભીતર મારી,
————દશિઁકા શાહ