Gujarati Quote in Song by Bhavna Bhatt

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી પ્યારી મા...
I miss u...
છેતરીને છટકી ગઈ તૂ હાંકી તારી નાવડી,
ઉતાવળ શું કરી મા તે જવા માટે આવડી???

અપાર પ્રેમ વરસાવી, અમને તે પોષયા,
તારી છાયામાં અમને સૌને સંતોષયા,
તોયે તારી સેવા અમને કરતા ના આવડી.

દિલ તો દરિયાથી મા, તે રાખ્યુ હતુ મોટુ,
ફાવે તેમ બોલ્યા તોયે, લાગ્યુ નથી ખોટું,
સ્વભાવની સદા હતી, મા તુ ગરીબ ગાવડી.

નથી કોઈ દિવસ તેં, માગ્યું કંઈ મુખે,
એકરૂપે રહી મા તુ સદા સુખે દુઃખે,
ઠોકર ખાતાં જોઈને અમને પકડી લેતી બાવડી.

અમને રાખીને ભૂખ્યા, કદી નથી ખાધુ,
આવી રૂડી માવડી હું, હવે કયાંથી લાવું,
લાખ લાખ યતનો કયેઁ મળે કયાં તુ માવડી.

અનંત ઉપકારો તારા, બદલો શું દઈએ???
ભવોભવ માડી તારા, ચરણોમાં રહીએ,
બાલુડાં તારા પૂજે તારી પાવડી........

Gujarati Song by Bhavna Bhatt : 111055194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now