Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમુક લોકો પોતાનું જીવન બસ આમ જ જીવી જતા હોયછે ના કોઇ સારુ કામ કરતા હોયછે, ના કોઇનું ભલું કરતા હોયછે, ના પોતાનું નામ કમાય છે. કયારેક તો તેમને કોઇ ઓળખતું પણ નથી હોતું કે જયારે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે ત્યારે તેમની સ્મશાન ક્રિયામાં પણ વધું માણસો જોવા મળતા હોતા નથી કારણ કે ઘણાખરા લોકો તેમને ઓળખતા હોતા જ નથી ને હશે કોઇ ભાઇ, કહીને વાતને ત્યાં જ ટુંકાવી નાખતા હોયછે.
ને ઘણા માણસો પોતાનું એટલું બધું નામ કમાઇ જતા હોયછે કે તેમના ના હોવાને કારણે લોકોના દિલમાં એક પ્રકારની લાગણી વ્યકત કરી જતા હોયછે કે તે બહું ભલો માણસ હતો ભગવાને તેની સાથે ઘણો જ અન્યાય કર્યો, બહું જલદી તેને આ દુનિયામાંથી બિચારાને ઉપાડી લીધો, જરાક વર્ષો વધું જીવાડયો હોત તો ઘણા ગરીબ લોકોના કામ થઇ ગયા હોત!
તેની સ્મશાન યાત્રામાં પણ ઢગલો માણસનો જમાવડો જતો હોયછે કે જાણે કોઇ મોટો સંત ગુજરી ગયો હોય!
જીવન ને આમ જ જીવી ના લો! કંઇક સારુ કરીને જઇએ, કોઇનું ભલુ થાય તેવા કામ જરુર કરીએ તેનાથી આપણને પણ એક અનેરો આનંદ મળશે ને બીજાને વધું ખુશી પણ થશે તે અલગ....
માત્ર પૈસાથી જ પોતાનું નામ નથી કમાવાતું પણ કયારેક કામ પણ સારા ને સેવાભાવી વાળા કરવા પડતા હોયછે.
ખરેખર માણસની અસલ ઓળખ તો તેની સ્મશાન યાત્રામાં જ થાયછે કે જયારે લોકોના ટોળે ટોળાની ભીડ હોય તો સમજવું કે તેની કિંમત હજારોમાં નહિ પણ લાખોમાં હોયછે ને જયારે તેની સ્મશાન યાત્રામાં જો આઠ દશ જ માણસો દેખાતા હોય તો સમજવું કે તે પૈસાનો લાલચું, જુઠાબોલો, કોઇનું સારુ ના કરનારો, કે એક નંબરનો ચાલાક વ્યકતિ જ હોય શકે છે આવાના માટે તો ઘણા બધા શબ્દો હોયછે જે હાલ યાદ આવતા પણ નથી ને વધું લખી શકાય નથી...
બસ આપણે એવા જ કામ કરીએ કે આજ નહિ તો આવનારી અનેક પેઢીઓ આપણને હમેશાં યાદ કરતી રહે... બાકી આમ જ જીંદગી જીવી જવી એનો કોઇ જ અર્થ કે મતલબ હોતો નથી.
ભગવાનની કથા સાંભળીને પણ ઘરે આવ્યા પછી જો આપણા સ્વભાવમાં કોઇ જ ફરક ના આવે કે ના પડે તો તે સાંભળેલી કથાનો કોઇપણ સાર નથી...
સાંભળો પછી તેને ગ્રહણ પણ કરો.
જુઓ તો તેવું કામ પણ કરો.
એ જ રીતે ખરી જીંદગી જીવી તેમ કહી શકાય.

Gujarati Blog by Harshad Patel Pij : 111055174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now