સારાં નરસાં કર્મો એ જ આપણાં સાથી.
સારાં નરસાં કર્મો એ જ આપણાં સંગાથી.
આપણાં પગલાં એ જ આપણું ભાવિ
સદબુદ્ધિ કાજે લઈએ પરમેશને પ્રાર્થી...સારાં નરસાં o
વિચાર એવાં વર્તન એ જ ક્રમ સૃષ્ટિનો,
દુર્વિચારોને દ્રઢ મનોબળે લઈએ નાથી...સારાં નરસાં o
મળ્યો દેહ માનવનો તો કૈંક કરી છૂટીએ,
સદા સદગુણોને નીરખીએ નિજ નૈનથી...સારાં નરસાં o
પુણ્ય પાથેય બાંધીએ; સત્કર્મોની મૂડી,
વૈખરી સામે પરા ઉચ્ચરીએ જબાનથી...સારાં નરસાં o
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '