આપણો ખોરાક છે અનાજ શાકભાજી તેમજ ફળફળાદી જે આપણે રોજબરોજ ખાઇએ છીએ ખરેખર એ કુદરતે જ મનુષ્ય માટે બનાવ્યો છે.
પરંતું આજનો માણસ માંસ મટન મચ્છી ખાવા તરફ વળ્યો છે...શું આ તેનો ખોરાક છે!
બિલકુલ નહિં કારણકે મનુષ્ય પાસે અક્કલ છે તે જાણે છે કે તેને શું ખાવું ને શું ના ખાવું! છતાંય આજનો માનવને માંસાહારી ખોરાક સીવાય બીજો કોઇ જ ખોરાક ભાવતો નથી તેમજ તેના ગળે ઉતરતો પણ નથી!
જંગલમાં ઘણા માંસાહારી પ્રાણીઓ હોયછે કે તે ફકત તે ખોરાક ઉપર જ નિર્ભય હોયછે તેમજ તેજ તેમનો ખોરાક હોયછે પણ આજનો આધુનિક માણસ હવે એક ડગલું આગળ વધીને નોનવેજ ખોરાક ખાવા ઘડાઇ ચુક્યો છે તે એમ સમજે છે કે નોનવેજ ખાવાથી શરીર મજબુત બને છે, તેના ખાવાથી શરીરમાં એક તાકાત આવેછે, તેમજ ઘડપણ જલદી આવતું નથી..વગેરે વગેરે. હવે તમે જ કહો આવું કહેનારને કેમ સમજાવવું કે ભાઇ નોનવેજ ખાવાથી આપણા શરીર ઉપર અનેક ઘણી ખરાબ અસરો પડે છે.. જેમ કે ખોટો ગુસ્સો એટલેકે ચીડીયો સ્વભાવ, બ્લડપ્રેશરની બિમારીઓ, ખાધેલા જાનવરોની બિમારીઓ જે આપણા શરીરમાં પેસે છે.તેનાથી આપણું લોહીનો બગાડ થાયછે તેમજ તેની અસર આપણી ચામડી ઉપર થાયછે..ટુંક માં નોનવેજ ખાવાથી આપણા શરીરમાં ઘણી બધી બિમારીઓ ઘર કરેછે ને તેની માઠી અસર પણ પડે છે.
કોઇ જીવતા જીવને તમે મારીને ખાવ એ તેનુ પાપ લાગે તે અલગ.
ભગવાને દરેક જીવને એક જીવવાની સુંદર જીંદગી આપેલી છે ને તેને જીવવાનો પુરો અધિકાર છે તો આપણે તેને મારનારા કોણ!
શું આપણે તેને જીંદગી આપી છે!
શું આપણે તેને જીવાડીએ છીએ!
આમ છતાંય હજી ઓછું હોય તેમ હવે માણસ જીવજંતુઓ ખાવા પણ જઇ રહ્યો છે..વંદા, ટમરા, ઉંદર,તીતી ઘોડા, વાણીયા..આ બધાજ ઉડતા જંતુઓ છે બસ ઉંદર સિવાય.
ને માણસ તેને ભેગા કરીને તેલમાં તળી ને એક ચેવડાની જેમ મસાલો ઉપર નાખીને બાઇટીગ કરેછે.
ચણા મમરાની જેમ જાણે કોઇ જગદીશનું ભૂસું ખાતા હોય..તેમ બચાક બચાક ખાતા હોયછે!
હવે તમે જ કહો આજનો માણસ કેટલો આધુનિક ને બુધ્ધિશાળી બની ગયો છે!
ચિકન મટન જોઇને આંખો ચાર કરે તેવો..ખાવ ખાવ પણ જો જો પાછળથી પસ્તાવાનો વારો ના આવે!