.ફિઝિક્સની વાઇવા- મૌખિક પરીક્ષા હતી,
બે વિદ્યાર્થી બહાર બેઠા હતા, એક ને અંદર બોલાવામાં આવ્યો..
પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો :- તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો :- બારી ખોલી નાખું ..
પ્રોફેસરે ખુશ થઈને કહું : - વાહ,ગુડ ..
હવે એ કહે કે ...
ધારો કે બારીનું ક્ષેત્રફળ ૩ વર્ગ મીટર હોય,
ટ્રેન ઉત્તર થી દક્ષિણ તરફ જતી હોય અને પવન પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હોત અને હવાની ઘનતા ૧.૨૨ કી.ગ્રા./મીટર સ્કવેર હોય, હવા ની ગતિ ૪૦ માઈલ પર અવર હોય, ડબ્બાની સાઈઝ લગભગ ૫૪ ફૂટ હોય તો આખા ડબ્બાને હવાથી ફ્રેશ થતા કેટલો સમય લાગે ?
વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો અને તેને નાપાસ જાહેર કરાયો .
તેણે બહાર આવીને બીજા વિદ્યાર્થીને કહ્યું કે જો ભાઈ આવો સવાલ પૂછે છે ..
બીજો વિદ્યાર્થી અંદર ગયો અને પ્રોફેસરે તેને એજ સવાલ પૂછ્યો :- તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કરે.. ..?
જવાબ આવ્યો :- સર, હું કોટ કાઢી નાખું ...
પ્રોફેસર થોડા અચકાયા ,ફરી પૂછ્યું :- પણ જો વધુ ગરમી લાગે તો શું કરે...?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો - જો બહુ ગરમી લાગે તો હું શર્ટ પણ ઉતારી દવ
હવે પ્રોફેસર ખુરશીમાંથી થોડા ઊંચા થયા,
એમનો અવાજ પણ સહેજ ઊંચો થયો :- ભાઈ ,જો ખુબજ ગરમી લાગે તો શું કરે...?
જવાબ આવ્યો :- આમ તો સર બહુ ગરમી હોય તો હું એસીમાં જ મુસાફરી કરું ...
પ્રોફેસરની ધીરજ ખૂટી,
ટેબલ પર હાથ પછાડીને જોરથી બોલ્યા :- ભાઈ તું જનરલ કોચમાં જાશ અને બઉ ગરમી લાગે તો શું કરે..... ?
વિદ્યાર્થીએ કહ્યું :-તો પછી હું બનિયાન અને પેન્ટ ,મોજા ,બુટ પણ કાઢી નાખું ..
પ્રોફેસર સમસમી ગયા, ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું :- ધાર કે તારી આવી સ્થિતિમાં કોઈ તારો સમાન લૂંટીને જતું રહે તો ?
વિદ્યાર્થી :- સાહેબ..
મને ગમે તે થાય , કે મારા સમાન ને ગમે તે થાય પણ ....
....
....
...
....
...
....
હું બારી ન ખોલું ,
ન ખોલું અને ન જ ખોલું....!!!
** Ravi **