????????????
એક દીકરીને તેના પિતા એક આઈફોન ભેટ આપે છે...
બીજા દીવસે પિતાએ
દીકરીને પૂછ્યું...
તને આઈફોન દિધા પછી સર્વ પ્રથમ તે શુ કર્યું...????
દીકરી:- મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું...
પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી...????
દીકરી:- નહી... કોઈયે નહી...
પિતા:- તને એવુ નથી લાગતુ કે તે આઈફોન કંપનીના નિર્માતાનું અપમાન કર્યું છે...
દીકરી:- ના..પપ્પા...
ઉલટાનુ તેમણે જ મને કવર લગાવવાની સલાહ આપી...
પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધુ...?????
દીકરી:- નહી.... ફોન ખરાબ ન થાય માટે મેં લગાડ્યું પપ્પા...
પિતા:- કવર લગાડ્યા પછી આઈફોનના સુંદરતામા કાય ઉણપ આવી એવુ તને નથી લાગતું....?????
દીકરી:- નહી.. પપ્પા ઉલટાનુ કવર લગાડવાથી આઈફોન વધુ સુંદર લાગે છે...
પિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ ...અને માથે હાથ ફેરવીને કહ્યુ...
બેટા (દીકરી) એ આઈફોન કરતા...... સુંદર....તારૂ શરીર છે...
અને તુ..તો... અમારા ઘરની ઈજ્જત છે... અમારૂ ઘરેણું છે...
તુ પોતે જો અંગ સુંદર વસ્ત્રોથી ઢાકીશ તો તું હજુ સુંદર દેખાઈશ...
તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે...!!!
દીકરી પાસે આનો કોઈ જવાબ ન હતો...
હતા તો ફક્ત આંખમાથી આંશુઓ...
પ્રણામ
દીકરીઓ એ સુંદર તેમજ ફેશનેબલ કપડાં જરૂર પહેરવા....
પણ, તેમાંથી તમારા સૌંદર્યના,.... તમારા... તેમજ તમારા માતપિતાના....અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ...!!!
??????????????
ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે ...
આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન ભલે આપણે ગાઈયે, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણાં *'હલકાં'* છીએ ...
આજે પણ તમો જોતાં હશો કે,
?૮૦% બુઢ્ઢા માબાપને જમવા અલગ બેસાડાય છે ...
?૨૦% માબાપને સગવડતા હોય તોય ઘરવાળીના ડરથી અલગ રખાય છે ...
? ૯૦% પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચુમી ઉઠે છે, તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ લબાડવેડા કરી ભેટી પડે છે...
પણ ઘરમાં બા-બાપુજી ને 'કેમ છો બા ?' કહેતાં નથી !!!
? ૭૦% મા-બાપો ઘરડાં થાય ને કંઈ પણ બોલે... તો "તમને ખબર નો પડે ...!" એમ કહીને ચૂપ કરાય છે ...
?૯૦% ઘરડાં માતપિતાને દિકરાઓ તેના પૈસા બાબતે પુછતાં નથી ! ભીખની જેમ રુ. માંગવા પડે છે ...
??????
જેવું કરશો તેવું ભરશો ...
એ મુજબ અમારા સર્વે પ્રમાણે જે લોકો માબાપને એકલાં છોડી મુકે છે કે માન સન્માન આપતાં નથી, તેમનાં પોતાનાં ઘડપણ વખતે તેનાંથી પણ વધુ બુરા હાલ થાય જ છે ...
સમજો ... વિચારો ... યુવાનો ...
૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને, જ્યારે તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય ...
ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો ચાલ્યાં જાય ...
ઓટા-ચોરાના મિત્રો એક પછી એક ચાલ્યાં જાય
૮૦-૯૦ વર્ષે તો તેના તમામ સાથીદાર, મિત્રો ચાલ્યાં જાય ....
જેની સાથે જીવવું છે તે તમામ નવાં ?
ઉંમરને લીધે શરીર સાથ ના દે ...
સંભળાય નહીં ..
ભાષા ના શબ્દો, ટેકનોલોજી, રહેનસહેન, ફેશન પળપળ બદલાતી હોય ત્યારે, બધાં સાથે સંકલન અશક્ય બની જાય ...
ત્યારે જીવવું એ જ બોજ બની જાય ....
જન્મથી જ આપણને ખાતાં, ચાલતાં, બોલતાં ને આ દુનિયાના આટાપાટા જેણે ખંત અને મહેનતથી શીખવ્યા હોય ...
તેને જ્યારે જરુર પડે ત્યારે આટલા બધાં હલકટવેડા ????
માતપિતાને તરછોડીને આ દુનિયામાં
કોઈ જ સુખી થયું નથી...
થવાનું નથી...
❤ માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે.
તેને ભરપુર પ્રેમ કરો ...❤