દિલ તમને આપવાની મારી કયાં ના છે.
લાગણીઓ ને માપવાની મારી કયાં ના છે.
તું પ્રેમ આપ કે ઝખમો ની ભેટ.
જે મળે તે સ્વીકારવાની મારી કયાં ના છે?
તારી ખુશી માં જ મારી ખુશી રહેલી છે.
તું જીતે દાવ તો હારવાની મારી કયાં ના છે?
તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમ ની.
હથેળીમાં દિલ મુકવા ની મારી કયાં ના છે?
હાથ ઝાલો તો મઝધારે ના છોડી દેશો.
મોત સુધી સાથ આપવાની મારી કયાં ના છે?
✍ ✍ ✍