Quotes by Loh Viram in Bitesapp read free

Loh Viram

Loh Viram

@lohviram104012


રુપ મહાન છે કે,ભાગ્ય...?

એક રાજા ના દરબાર મા નર્તકી પોતાની નૃત્ય કલા બતાવી રહી હતી....

પણ,આ રાજા ખુબ કદરૂપા હતા,એટલે નર્તકી ને રાજા સામે જોઇ ને હસવુ આવતુ હતું...રાજા એ આ વાત ની નોંધ લીધી..મહારાજ કદરૂપા જરુર હતા પણ અમિરાત થી એનુ જીવન ભરેલુ હતુ..નાચ પુરો થયો...રાજા એ હુકમ કર્યો "તમે મારા કક્ષ મા આવજો"

નર્તકી..ફફડવા લાગી એને થયુ મારું માર્મીક હાસ્ય મહારાજ જાણી ગયા હશે..?
મારા પર આસ્કત થયા હશે..?
શુ..હશે..?
રાજા ના કક્ષ મા ધ્રુજતા પગે દાખલ થયેલી નર્તકી ને મહારાજા એ..મીઠો આવકાર આપ્યો.."આવો બહેન...!!"

નર્તકી ને શાંતી થઇ.."મને બહેન કીધી" મને કમસેકમ મૃત્યુદંડ તો નહી જ થાય..
મહારાજા એ શાંતી થી પુછ્યુ.."બહેન તારુ નર્તન તો ખુબ સરસ હતુ પણ તને હસવુ કેમ આવતુ હતુ..?"

નર્તકી આડાઅવળી વાતો કરવા લાગી.."કંઇ નહી મહારાજ..એ તો મારો ઉસ્તાદ બહું સારુ વગાડતો હતો ને..એટલે હું એને દાદ આપતી હતી.."

મહારાજ કહે.."ના સાચું બોલ બહેન હું તને અભયવચન આપુ છુ બોલ.."
ત્યારે નર્તકી એ સાચી વાત કરી કે,"મહારાજ..જ્યારે રુપ ની વહેંચણી થતી હતી ત્યારે તમે ક્યા ગયા હતા..?"

રાજા એ સુંદર જવાબ આપ્યો.."બહેન રુપ અને ભાગ્ય બંને ની વહેંચણી એકસાથે હતી..હું ભાગ્ય લેવા રોકાઇ ગયો એમા રુપ વહેંચાય ગયુ..પણ તને મેં રુપ ની લાઇન મા જોઇ હતી..તું ભાગ્ય લેવા આવી ત્યા એ વહેંચાઇ ગયુ..!!"

આજે રુપ ને ભાગ્ય આગળ નાચવુ પડે છે..હવે તું જ નક્કી કર..ભાગ્ય મહાન છે..કે..રૂપ..??

Read More

સ્ત્રીના શરીરમાંથી નીકળીને,
સ્ત્રીના હાથોમાં ઉછરી,
સ્ત્રીની જુવાની ખાઈને,
જ્યારે તાકતવર બની જાવ છો
ત્યારે સ્ત્રી જ તમને અક્કલ વિનાની,
કમજોર અને અનપઢ નજર આવે છે !

એક કડવું સત્ય

Read More

શાયરી-ગઝલ એક એવી કળા છે જેમાં ભુલો થઈ જવાની એટલી બધી સગવડ છે,
સફળ શાયરી-ગઝલ લખાય એને તો કળાનો પ્રસાદ
જ કહેવાય ખરુ ને મિત્રો...!

Read More

આ સૂર્યાસ્ત તો ખાલી કેવાનો હતો ,

બાકી એમાં ઉદય તારા સ્મરણ નો હતો,

એક બુઢા બાપ
સાંજે મરી ગયા
પોતાની આખી જીંદગી
પરિવારના નામે કરી ગયા
ક્યાંક રડવાનો અવાજ
તો ક્યાંક વાતમાં વાત
અરે જલ્દી લઈ જાઓ
કોણ રાખશે આખી રાત
બસ આટલી છે
માણસની ઓકાત

Read More

?ધી નો એક લોટો
લાકડાના ઢગલા ઉપર
થોડા કલાકમાં રાખ
બસ આટલી છે
માણસની ઓકાત

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહું છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહું છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રહયો વાત એ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહું છે...
✍ ✍ ✍

Read More

પ્રેમ એ નથી કે માત્ર પામીને જ કરી શકાય
ક્યારેક કોઈને મનથી ચાહીને પણ પ્રેમ કરી શકાય..

બસ એજ તું છે...

એતો નથી ખબર કે તારા વિશે શુ લખુ ?
છતાં પણ તારા વિશે લખવા નું મન થાય
બસ એજ તું છે.....!

દૂર હોવા છતાં નજીક હોવાનો અહેસાસ થાય બસ એજ તું છે....!

તારી વહેલી સવાર ના એક મેસેજ થી મારા દિલ માં ખુશી નો અહેસાસ થાય
બસ એજ તું છે .....!

ખબર નથી કે આપણે બંને એક બીજા માટે બન્યા છે કે નહીં છતાં.
પણ તારા સાથે આખી જિંદગી વિતાવવાનું મન થાય
બસ એજ તું છે .....! (Vk)

? vk dedicated to............

Read More