લખી પ્રણયની પહેલી વાત, અંગ્રેજીના અક્ષરો હતા એમાં આઠ.
કેમ છાપું મારા હૈયાનું પત્ર, કેમ ભણાવવા પ્રેમ ના એમને પાઠ.
કાગળ કલમે લખવા નહીં. એમ શાહી ના રહી જાય દાગ.
સુકો નિલગીરી નો પાન. સૂર્ય પાસે ઉધારી લીધી આગ.
લીધો બિલોરી નો કાચ,લખતા લાગી માંડ મિનિટ પાંચ.
હોઠે એમના ઉપડે નહીં કહે ગજબ તમારી રીત.
સદા હાથ છોડતા નહિ, અવિરત રાખજો પ્રિત.
હૈયૈ હેતે લગાડી આંખો એની ચોધાર રોય.
"નર"કહે આવો પ્રેમ અમુક ના નસીબ માં હોય.