મારું તો એવું જ છે. ક્યાંક હું વહેલો પડું છું તો ક્યાંક મોડો પડું છું. એટલે મારું કોઈ કામ થતું જ નથી. તેથી આ સમય પણ મારાથી અકળાઈ ગયો છે. એ મારાથી એક કદમ આગળ ચાલશે કે પછી એક કદમ પાછળ ચાલશે. આવા અવળચંડા સાથે તે કોણ ચાલે. એટલે મેઁ તો હવે મારી રીતે જીવન જીવવાનું શરુ કર્યું છે. આજ શું કે કાલ શું, જે કરવું તે બસ હમણા જ કરવું- સમયની તો રાહ જ જોવી નહીં.