* " મારી માવડી "*
કવિતા......
કેવો અજબ આ આપણો સંબંધ છે,
તમે સાવ શાંત, ને હું અશાંત.
હું બોલ્યા જ કરૂ,
ને આપ મંદ મંદ મુસ્કાન વેયાઁ જ કરો.
ને તોયે શ્રધ્ધા છે મને તમારા ઉપર ,
કે એક દિવસ જરૂર મારો સાદ તમને પીગળાવી દેશે.
કારણ??? એ જ કે
કેવળ લાગણી જ નીતરે છે.
" માવડી " આપણા સંબંધમાં,
એટલે જ તો હું ઘડી રીસાઉં ને ઘડી માં માની જવ.
કોઈકવાર હું મજાક કરૂ
પણ તમે તો બસ " જળ કમલવત " .
એ જ મંદ મંદ હાસ્ય વેયાઁ જ કરો છો,
" ભાવના " ઉપર શબ્દો રૂપી મોતી વેરો માવડી........