માણસોની ભીડ ભીડને ભીડ. માણસોને કચડીને માનવતા પર અમાનવીય ભીડ. સતત દોડતી, સતત શોધતી, કોને? અને કેમ અજ્ઞાન રસ્તાઓની આધુનિક ભીડ. માણસોની શોધમાં માણસ શોધવાની આતે કેવી રીત. લાશોને શોધવા સમયની તાકમાં ઉડેછે હજારો ગીધ.
માણસોને શોધવાને માણસોની આધુનિક રીત.
માણસોની ભીડ ભીડને ભીડ.
નિત સવારે હોય પગથિયાં મંદિરના ને સાંજે મળે મદિરા ની હાટ માં ઉભરાતી માણસોની ભીડ. શોષિને લાચારોને, તારવીને માનવતાને કંઈક આગવું કરવાની છેતરામણી ભીડ
માણસોની ભીડ ભીડને ભીડ.
કોણ ક્યાં? અને કેમ ? સવાલોના નિરુત્તર મેદની ની દોડની જુનવણી રીત.
બૌદ્ધિકો ના સમાજમા પથ્થર યુગના સ્મરણોને રટતી આધુનિક ભીડ.
માણસોની ભીડ ભીડને ભીડ.
સમાજ, સબંધો ને શાસ્ત્રો બધા નિર્વસ્ત્ર બની રોજે લખે માનવતાનું કોઈ ગીત. ના પૂછવું કદીયે કોઈને સૌ ખુદના સામાન સંભાળી દોડેછે નીત. ખબર નથી રાહની પથિકોને કયા સંદર્ભમાં છાને દોડે તું થાવાને રાખ ની ભીડ. ના સમજાયું "દર્પણ" અહીં ચિત્ર કે ચરિત્ર બસ ઉપદેશોના જુન્ડમાં એકઠી અમાનવીય ભીડ.
માણસોની તોયે ભીડ ભીડને ભીડ......!