Quotes by Deep Barot in Bitesapp read free

Deep Barot

Deep Barot

@deepbarot001532


ઉગાડા પગે અમે સફર નિભાવી છે. પગોમાં કાંટાની વેદનાઓ વેઠી છે. રસ્તાઓ નો દોષ ના કાઢો , અમેજ બેઢંગી સફરને ખરીદી છે.

Read More

વારંવાર સમાજના નિયમોની ધમકીઓ ના આપશો. અહીં કોઈ સદાય એકસરખું સાતત્ય સાગપણો માં નથી જળવાતું સંબળજો.

સમયની ફરિયાદ છે તું ડગલું ભરીનેતો જો. તારા ના હોવાના પુરાવા કે પછી ના હોવાની શોધ એકવાર ડગલું ભરીને તોજો.

Read More

ઠંડગાર વહી ગયેલા વર્ષને ભુલી નવાદીવસે કોઈ ચિનગારી જલાવજે. ઠંડા ના પડી જાય શ્રમથી ઉગાવેલ સબંધો ક્યાંક તમે ક્યાંક હું ભુલા ન પડીયે એવાં સંકલ્પો જળવજો.

Read More

તમન્નાઓ ની બે હથેળીઓને ખુલ્લી મુકી અહીંથી સડસડાટ પસાર થઈ જાશુ. કોણ સ્નેહીજન, કે આત્મજનો પરખવા પાછો હટડીઓમાં કોઈ ઓળખ "દર્પણ"
મુકીતો જાશું....!

Read More

તું અહીં મૈત્રીના થોડા ઉદાહરણ તો આપ. મુકી શકું ખભા પર હાથ શ્રધ્ધાથી "દર્પણ" એવા મિત્રોતો તું જણાવ.

વેદનાઓની વેદી પર ખુબ ચડ્યો મિત્રો. શરીરને જાણેકે શ્રાપ હતોકે કર્મોની પીડાઓ ઓહ, મારા પરિજનો. સમય સતાવે છે "દર્પણ" પંગત ની સંગતમાં ના મળું તો યાદ કરજો મિત્રો.

Read More

જિંદગી તારી સાથેની મુલાકાત બેખુબ રહી. ચુકી ગયા સમય ને સબંધો " દર્પણ" માનવતાના સંકલન ની સીમાઓ ચુકાતી રાહીજ.

Read More

સમય નથી મળતો સંબંધોના બંધન સાચવવા. પણ મળે છે ફરસદ ખુદના સંદર્ભમાં "દર્પણ" અહીં માનવીઓને સ્વાર્થના વિકલ્પો સાચવવા.

Read More

માણસોની ભીડ ભીડને ભીડ. માણસોને કચડીને માનવતા પર અમાનવીય ભીડ. સતત દોડતી, સતત શોધતી, કોને? અને કેમ અજ્ઞાન રસ્તાઓની આધુનિક ભીડ. માણસોની શોધમાં માણસ શોધવાની આતે કેવી રીત. લાશોને શોધવા સમયની તાકમાં ઉડેછે હજારો ગીધ.
માણસોને શોધવાને માણસોની આધુનિક રીત.
માણસોની ભીડ ભીડને ભીડ.
નિત સવારે હોય પગથિયાં મંદિરના ને સાંજે મળે મદિરા ની હાટ માં ઉભરાતી માણસોની ભીડ. શોષિને લાચારોને, તારવીને માનવતાને કંઈક આગવું કરવાની છેતરામણી ભીડ
માણસોની ભીડ ભીડને ભીડ.
કોણ ક્યાં? અને કેમ ? સવાલોના નિરુત્તર મેદની ની દોડની જુનવણી રીત.
બૌદ્ધિકો ના સમાજમા પથ્થર યુગના સ્મરણોને રટતી આધુનિક ભીડ.
માણસોની ભીડ ભીડને ભીડ.
સમાજ, સબંધો ને શાસ્ત્રો બધા નિર્વસ્ત્ર બની રોજે લખે માનવતાનું કોઈ ગીત. ના પૂછવું કદીયે કોઈને સૌ ખુદના સામાન સંભાળી દોડેછે નીત. ખબર નથી રાહની પથિકોને કયા સંદર્ભમાં છાને દોડે તું થાવાને રાખ ની ભીડ. ના સમજાયું "દર્પણ" અહીં ચિત્ર કે ચરિત્ર બસ ઉપદેશોના જુન્ડમાં એકઠી અમાનવીય ભીડ.
માણસોની તોયે ભીડ ભીડને ભીડ......!

Read More