Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે કોઇને આપેલી કોઇપણ ચીજ કયારેક તે તમારુ ઘણુંબધું કામ કરી જાયછે...
એક દિવસ હું સાંજના સમયે મારુ એકટીવા મારા સંબંધીને થોડાક દિવસ વાપરવા માટે અમદાવાદ આપવા જતો હતો એક પેટ્રોલ સ્ટેશન ઉપર બસો રુપિયાનું મેં પેટ્રોલ મારા એકટીવામાં નખાવ્યું ને પછી મે જેવું મારુ એકટીવા સ્ટાર્ટ કરવા જતો હતો તેવામાં એક માજી મારી પાસે આવ્યા ને બોલ્યા બેટા રૂપીયો, બે રુપિયા આપ મારા દિકરા ભગવાન તારુ ભલું કરશે ને આમેય હું તે સમયે ઘણો ઉતાવળમાં હતો હું મારુ એકટીવા ચાલું કરીને થોડેક દુર પણ લઇ ગયો ને મારો અંતર આત્માએ એ સમયે કહ્યુ કે આપ પેલા માજીને તારી પાસે જે કંઇ હોયતો..!
હું તેમની પાસે ફરી પાછો આવ્યો ને મારી બેગના એક નાના ખાણામાંથી પાંચ રૂપીયાનો એક સિક્કો કાઢીને મે તે માજીના હાથમાં મુકી દીધો પછી હું અમદાવાદ જવા તરત નિકળી પડયો.
તે સમયે સાંજના ચાર વાગ્યા હતા ને મારે એકટીવા તરત આપીને પરત ફરવું હતું તેથી હું નિકળવા ઉતાવળ કરતો હતો પછી સાંજના છ વાગે હું સરખેજ પહોંચ્યો ને ત્યાં આવતી એક ચોકડીની પેલી બાજુ નીકળવા મે જરાક ઉતાવળ કરી અચાનક બાજુના રોડ ઉપરથી ધમધમાટ એક ટેન્કર મારા એકટીવાની નજીક આવી પહોંચ્યુ અમારે બંન્નેને ફકત બે ફુટનું અંતર બાકી રહ્યુ હતું જો તેને વધું સ્પીડ મારી હોત તો હું ને મારુ એકટીવા એ ટેન્કર નીચે આવી ગયા હોત..
આમ જોવા જઈએ તો મે પણ સોર્ટ બ્રેક મારી ને પેલા ટેન્કરે પણ સોર્ટ બ્રેક મારી...હતી.
તરત મને પેલો માજીને આપેલો પાંચ રૂપીયાનો સિક્કો યાદ આવી ગયો.
કંઇ સમજયા તમે...!
ટુંકમાં કોઇને આપેલું કયારેય નિષ્ફળ જતું નથી.

Gujarati Blog by Harshad Patel Pij : 111051563
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now