ઘૂંઘટમાં એનું થોડું શરમાવું,
મુખડા પર મારું આછું મલકાવું.
હાથમાં એનો હાથ જો લીધો,
શરમથી એનું સહેજ ખચકાવું.
પાન લિપસ્ટિકની લાલી ભળી,
જાણે જામથી જામનું ટકરાવું.
સ્વર્ગનો અહેસાસ આલિંગનથી,
થોડો રોમાંચ ને થોડું ગભરાવું.
વાત છે આ સહુની મધુરજનીની,
થયું સહુને મીઠી યાદો તાજી કરાવું.