કબરમાં એકવાર સનમ તું આવજે મારી,
કેવો તડપે છે રૂહ એ તુંય જાણી જજે;
આંસુંઓ પાઈને સીંચતો રહ્યો હૈયાને ઉમ્રભર,
ધમણાં પેઠે સીનું સળગે છે કવું? તુંય જાણી જજે;
તોલીને ત્રાજવે દિયે છે માનવી માનવતાનેય,
નમતો છે કેટલો પ્રેમ મારો, તુંય જાણી જજે;
અરમાનો સજાવી રાખ્યા'તા મે તારી યાદોના,
કબરની વાટે રોળાયા છે તું એ ગોતીને જાણી જજે;
અશ્ક ઊંઘ્યો છે કબ્રમાં ઊઘાડી આંખે તવ દીદારે જ,
હૈયું હજીયે ઝંખે છે તુજને એ તુંય જાણી જજે.
અ.રે.