..... *તડપ* .....
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
દિલ દઈને ધોખાની નજર માણી,
કરી ખોટા ખેલ,એ તડપ મે જાણી.
કુવાઈ ગયેલા સપનાની તૂટી રીત માણી,
નદીની જેમ એકલતાની,એ તડપ મે જાણી.
ખારાઈ ગયેલા પાણીની અતુટતા માણી,
સમંદરની અંદર ઉતરી,એ તડપ મે જાણી.
ખોટા લોકોની ખોટલતા આજ માણી,
સમય આવતા પહેલા,એ તડપ મે જાણી
માણસ બનીને માણસાઈ નથી એ વાત માણી,
જાનવરની વાત જાણતા પહેલા,એ તડપ મે જાણી.
સાચા રસ્તે સાચી કદર તુટેની વાત માણી,
પોતાના સામે મળે તે પહેલા,એ તડપ મે જાણી
રસ્તે એકલા થઈ પછી જીત મળે છે.
એકલામાં એકલતાની તડપ મે જાણી.
ભગવાનની નજર જમીન પર માણી,
ભક્તિના રસ્તાની,એ તડપ મે જાણી.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD