શીર્ષક : રોજ સાંજ રોજ તું..!
જ્યારે સુરજ દરિયાની બાહોમાં સમાઈ રહ્યો હતો ત્યારે જ આરવએ આંખ બંધ કરી, એક યાદનો શ્વાસ લીધો, પોતાના હાથમાં રહેલા ગિટારથી એક ટ્યુન છેડી. સંગીત વેવ્સ ચોમેર ફેલાયા, આરવને અને તેના સંગીતને પસંદ કરતી મીશ્વા આરવ તરફ ચુંબકમય આકર્ષાઈ તેના કોમળ હાથથી આરવનાં ગાલ પર હાથ ફેરવ્યો. આરવે તેના હોઠે બીજા હોઠનાં સ્પર્શની અનુભિતિ સાથે ભીનાશ અનુભવી. દરિયાનું મોંજુ આવ્યું, પથ્થર સાથે અથડાયું થોડાં છાંટા આરવનાં ચહેરા પર પડ્યા ને આરવે આંખ ખોલી પણ મીશ્વા નોહતી. કોઈ નહોતું. ૨ વર્ષ પહેલાંની વિનાશી ત્સુનામી યાદ આવી..મનોમન બોલ્યો થેંક્યું મીશ્વા રોજ મને મળવા આવવા બદલ...ભીના ખૂણે સ્માઈલ આપી..બીજા દિવસની સાંજનાં ઇન્તઝારમાં ગિટાર સાથે ઘર તરફ ચાલતો થયો.
#100wordsstory